KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારત આટલું કરે તો 2036 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકે

ભારતે 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવું હોય તો રૂપિયાના મૂલ્યમાં 14.2 ટકા વૃદ્ધિ થવી જરૂરી. આના માટે રૂપિયો દર વર્ષે 3થી 3.6 ટકા વૃદ્ધિ પામવો જરૂરી

KuberaNow
desk@kuberanowPublished On : 18 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
ભારતીય અર્થતંત્ર
ભારતીય અર્થતંત્રમાં 20 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનવાની પ્રબળ સંભાવના

નવી દિલ્હીઃ ભારત 2036 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે. આ માટે રૂપિયાના મૂલ્યમાં 14.2 ટકા વૃદ્ધિ થવી જરૂરી છે. આના માટે રૂપિયો દર વર્ષે ત્રણથી 3.6 ટકા સુધી વૃદ્ધિ પામે તે જરૂરી છે, એમ સ્થાનિક બ્રોકરેજ ફર્મ ઇક્વિરસના રિપોર્ટમાં જણાવાયું હતું.


ઇક્વિરિયસનો અંદાજ છે કે આ પગલાંના લીધે ભારતનો વૃદ્ધિદર ઉચકાઈ શકે છે. તેની સાથે વિદેશી મોરચે સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે. ભારતને બે ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનવામાં 67 વર્ષ લાગ્યા હતા અને તે છેક 2014માં બન્યું હતું. હાલમાં ભારત 3.7 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી છે અને તેમાથી 20 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી ફક્ત એક દાયકામાં બનવાનું છે. આ માટે ઇકોનોમીએ 5.5 ગણું વૃદ્ધિ પામવું જરૂરી છે અને વર્ષે ડોલરમાં વૃદ્ધિ 18 ટકાના દરે થઈ શકે છે. જ્યારે સામાન્ય ટ્રેન્ડ 10થી 11 ટકાનો જોવા મળ્યો છે.


બ્રોકરેજની નોંધ છે કે સંયુક્ત ધોરણે વૃદ્ધિ નોંધાવવી જરૂરી છે. તેમા પણ સર્વિસિસ સેક્ટર ગ્રોથનું એન્જિન બની શકે છે. હાલમાં કુલ જીડીપીમાં સર્વિસિઝનો હિસ્સો 54 ટકા છે. આ માટે તેનો હિસ્સો વધારી 65 ટકા કરવાની જરૂર છે. તેની સાથે તેનો ફાળો બે ટ્રિલિયન ડોલરથી વધારીને 11 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવો જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારે સંરક્ષણવાદી વાતાવરણની જરૂર પડી શકે છે.


આ માટે પ્રસ્તાવિત રિફોર્મ્સનો વ્યાપ રીયલ ઇકોનોમી, કેપિટલ માર્કેટ્સ, હ્યુમન કેપિટલ, સર્વિસિઝ અને અર્બન ગવર્નન્સમાં જરૂરી છે. તેમા ઇંધણને જીએસટીમાં લાવવાનો, રાજ્યનો મૂડીખર્ચ વધારવાનો, રેલ્વેની કંપનીઓના લિસ્ટિંગ, પ્રાઇવેટ સેક્ટર આર એન્ડ ડી, કોર્પોરેટ બોન્ડ માર્કેટ્સ અને કાર્યશીલ મૂડીમાં આવતા અવરોધો તથા ટેક્સમાં ઘટાડા સહિતના પગલાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ એડવાન્સ ટેક્સ નાબૂદ કરવાથી જ લગભગ 10 લાખ ટ્રિલિયન રૂપિયાની કાર્યશીલ મૂડી છૂટી થઈ શકે તેમ છે. જ્યારે ફક્ત પાંચ ટકા ટીડીએસ રાખવાના લીધે બીજા 13.4 લાખ કરોડ છૂટા થઈ શકે છે.




Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM